તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ફૂલીવાવ નેસની પ્રાથમિક શાળામાં 2 શિક્ષકની નિમણૂંક કરવામાં આવી

ફૂલીવાવ નેસની પ્રાથમિક શાળામાં 2 શિક્ષકની નિમણૂંક કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના બરડાડુંગરમાં નાગકાની ફૂલીવાવ નેશ વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 થી 7 માં 68 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અહીં 4 શિક્ષકોની જગ્યા સામે માત્ર 1 જ શિક્ષક ફરજ બજાવતા હોવાને કારણે તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. આ બાબતે તાજેતરમાં જ ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રસિદ્ધ થતા આજે મંગળવારના દિવસે જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષ મોરી અને શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન ઓડેદરાના પતિ ભીમભાઈ ઓડેદરાએ ફૂલીવાવ નેશ વિસ્તારની શાળાની મુલાકાત લીધી હતી અને તાત્કાલીક ધોરણે આ શાળામાં 2 શિક્ષકોને ઓર્ડર કરી આપવાની કામગીરી હાથ ધરી હતી. આમ, હવે પછી આ શાળામાં 3 શિક્ષકો ફરજ બજાવશે અને શાળાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવું આયોજન હાથ ધરાયું છે. તસ્વીર જીતુ કારાવદરા

ફૂલીવાવ નેશ વિસ્તારની શાળાનું બિલ્ડીંગ જર્જરીત બન્યું હોવાની વિદ્યાર્થીઓના વાલીઓની રજૂઆતના પગલે શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન ભીમભાઈ ઓડેદરાએ એવું જણાવ્યું હતું કે આ બિલ્ડીંગ રીપેરીંગ કરવાલાયક છે કે નહીં ? તેના નિરીક્ષણ માટે આજે જ એન્જીનીયરીંગની ટીમને સ્થળ ઉપર મોકલવામાં આવશે અને જર્જરીત બિલ્ડીંગ જણાશે તો નવા ઓરડાની ફાળવણી માટે આયોજન હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...