તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar કોંગી કોર્પોરેટર સહિત 24 સામે આડેધડ ફાયરીંગનો ગુનો નોંધાયો

કોંગી કોર્પોરેટર સહિત 24 સામે આડેધડ ફાયરીંગનો ગુનો નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારની રાત્રે બ્લોચવાડામાં થયેલી ગેંગવોર બાદ પોલીસ રાત્રે દોડી ગઇ હતી. મંગળવારની રાત્રે કોંગી કોર્પોરેટરની ગેંગનાં સોહિલ બોદુ ઠેબા સહિતનાં 4 શખ્સો સિવીલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને સામી ગેંગનાં દાદુ દરબાર સહિતના 5 શખ્સો સામે ફાયરીંગ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે ખુદ અેસપી સૌરભસીંઘ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને 15 શકમંદોને પકડ્યા પણ હતા. સામાપક્ષે સરફરાઝ ઉર્ફે દાદુ દરબાર સાથે ડ્રાઇવીંગનું કામ કરતા સોહિલ જમાલ શેખને પગમાં ગોળી લાગી હતી. બાદ સોહિલ અને અન્ય એક શખ્સ પોરબંદર સિવીલ હોસ્પિટલે પહોંચ્યા હતા. જોકે, બાદમાં તેઓ વધુ સારવાર માટે રાજકોટ જવા નિકળ્યા હતા. અને વચ્ચે જેતપુર પોલીસ મથકે પહોંચી જૂનાગઢ જાણ કરી હતી. આથી જૂનાગઢ પોલીસ જેતપુર દોડી ગઇ હતી. અને તેની ફરિયાદ નોંધી હતી. સોહિલ જમાલ શેખે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંગળવારની રાત્રે હું, દાદુભાઇ, સરફારાઝ ઉર્ફે ડાવરો, જુલફીકાર ઉર્ફે જુફુ, અતિક, સમુ, એજાજ ઉર્ફે કાચો, મેબુબ, દિલો દરબાર, વસીમ ઉર્ફેે જોન્ટી બ્લોચવાડામાં દાદુ દરબારની ઓફિસે બેઠા હતા. ત્યારે અલંકાર ટોકીઝ વાળી ગલીમાંથી ઇબ્રાહીમ ગેમ્બલર, અબ્બાસ કુરેશી, ઇબ્રાહીમનો છોકરો લાલો, જાફરનો છોકરો સાહબાઝ, જાફર, મમલો નીઢાભાઇ, જહાંગીર અમીન શેખ, સિકંદર બાપુ, મમલાનો ભાઇ ડોડો, કયામતખાન, કરીમ સીડા, શાહરૂખ જાડીયો, લેવલબાપુ, આબીદ સીડા, મોહસીન મીયાણો, રાજડો ભાલુ, ગભરૂ કડીયો, રાધે ગોલ્ડન વાળવાળો, અસ્ફાક રફાઇ, શબલો ઉર્ફે વસુલી જરાભાઇનો છોકરો, અંજુમ દેગડી રફાઇ, રણજીત મુન્ના મકરાણી, મુન્ના મકરાણીનો બીજો છોકરો ગણપત સહિતના 20 થી 25 લોકો પિસ્તોલ અને જોટા, તલવાર, ધારીયા, સોડા બોટલ લઇને આવ્યા હતા અને અમારા પર આડેધડ ફાયરીંગ કર્યુ હતું. જેને પગલે બાજુની ગલ્લીમાંથી મબલો, પપ્પુડો, શબ્બીર ઉર્ફે રાધે સહિતના 24 લોકો આવ્યા હતા. અને બચાવવા વચ્ચે પડ્યા હતા. એ લોકોએ બધાને આડેધડ મારમાર્યો હતો. આ ઘટનામાં પાંચ લોકો પાસે પિસ્તોલ, બે વ્યકિત પાસે 315 બોરનો જોટો અને એક વ્યકિત પાસે 12 બોરનો જોટો હતો. જેમાંથી તેઓએ આડેધડ ફાયરીંગ કર્યુ હતું. આરોપી તરીકે નામ દર્શાવાયું છે એ ઇબ્રાહીમ ગેમ્બલર કોંગ્રેસનાં કોર્પોરેટર છે.

અન્ય સમાચારો પણ છે...