તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં આઠ શખ્સો ઝડપાયા

પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં આઠ શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં વી.વી. બજારમાંથી ભુપત કરશન સોલંકી, માધવાણી કોલેજ પાસે રહેતો રાણા ઉર્ફે લંગડી ચના મોરી, સુભાષનગર રોડ પરથી નાગેન્દ્ર લક્ષ્મણ યાદવ, કુતિયાણાના ચુનારાવાસમાં રહેતો કિશોર રવજી પરમાર, કોટડા ગામેથી રાયદે ચના ચૌહાણ, આદિત્યાણા બાયપાસ રોડ પાસેથી લખમણ રૈયા મોરી, ખારવાવાડ ગરબી ચોક પાછળ રહેતો રાકેશ માવજી વાંદરીયા, કુછડી ગામેથી દિલીપ કારા કુછડીયાને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા.

જ્યારે ખારવાવાડમાંથી ચુનીલાલ વિજા સોનેરીના કબ્જામાંથી પોલીસે 4 લીટર દેશી દારૂ કબ્જે કરી આરોપીને ઝડપી લીધો હતો. રામધુન મંદિર પાસેથી વિજય રતીલાલ સોલંકીના કબ્જામાંથી પોલીસે 4 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો અને આરોપીને ઝડપી લીધો હતો.

જ્યારે વી.વી.બજારમાં રહેતો રામા ભીખા ચુડાસમાના કબ્જામાંથી પોલીસે 6 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો અને આરોપીને ઝડપી લઇ ગુનો નોંધી તપાસ આદરી હતી.

આ ઉપરાંત વી.વી. બજારમાં રહેતા રમેશ ધરમશી સોલંકીના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી મકાનમાંથી દેશી દારૂ લીટર-10 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આશાપુરા ચોક ઘાસ ગોડાઉન પાછળ રહેતા નિલેષ ઉર્ફે ચકમક આશા ગઢવીના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી મકાનના રસોડામાંથી 25 લીટર આથો અને આથા ભરેલ કેન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...