તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂરઝડપે ટ્રક અને બાઈક ચલાવનાર 3 શખ્સ ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંથી પૂરઝડપે ટ્રક અને બાઈક ચલાવનાર 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

રાજસ્થાનના બાંડ ગામે રહેતો આપદાનરામ રાધારામ ચૌધરીને કર્લીના પુલ પાસેથી પૂરઝડપે માનવજીંદગી જોખમાય તે રીતે ભયજનક રીતે જાહેર રોડ ઉપર પોતાનો ટ્રક જીજે 18 એ એક્સ 3892 ચલાવીને પસાર થયો હતો તે દરમિયાન તેને ઝડપી લીધો હતો. જ્યારે રાજસ્થાનના કેતર ગામે રહેતો રામારામ નરસીંગ ચૌધરી પોતાનો ટ્રક જીજે 12 બીટી 2127 કર્લીના પુલ પાસેથી બેફિકરાઈથી પૂરઝડપે માનવજીંદગી જોખમાય તે રીતે ચલાવતા પોલીસે ઝડપી લીધો હતો. આ ઉપરાંત ઝુંડાળા મહારાણા મીલના ગેઈટ સામે રહેતો દિપક મંગલદાસ ચંદારાણાએ પોતાનું નવું બાઈક ગોસા ગામ પાસેથી ગફલતભરી રીતે પૂરઝડપે માનવજીંદગી જોખમાય તે રીતે ચલાવી ચાલુ બાઈકે ફોન પર વાતચીત કરતો હતો તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો અને ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...