તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં 11 શખ્સો ઝડપાયા

પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં 11 શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના ખારવાવાડમાંથી ભરત રામજી મઢવી, ઈન્દીરાનગર પાસે નરસિંહ નગરમાં રહેતો વિરમ રામ વાઢેર, છાંયા મહેરસમાજની બાજુમાં રહેતો નાગાજણ જેઠા ખુંટી, લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો અંકુર વલ્લભ વાજા, બોખીરા બસ સ્ટેશન પાસે રહેતો બાલુ ઉર્ફે દાસ ગીગા બળેજા, બોખીરા વિસ્તારમાં રહેતો ધીરૂ કારા સોમૈયા, જાવર ગામેથી રોહિત રામા વાંજા, રાણાવાવ ગોપાલપરામાં રહેતો સંજય કિશોર ઠાકુર, ભારવાડા ગામેથી પુંજા રામા સાદિયા, ગોરસર ગામે રહેતો અરજણ ચના ભુતિયા અને વિસાવાડા ગામેથી ડાયા ઘેલા લીંબોલાને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ભાટીયાબજાર પાસે રહેતા દિવાળીબેન ઉર્ફે દીવુ વિજયના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી મકાનના રસોડામાંથી દેશી દારૂ જપ્ત કર્યો હતો અને ખારવાવાડ પાલાવાડા ચોકમાં રહેતો પ્રકાશ ઉર્ફે પકો લીલાધર દુરગાઈના કબ્જામાંથી પોલીસે દેશી દારૂ કબ્જે કરી આરોપીને ઝડપી લીધો હતો. માધવપુર ગામે બાતમીના આધારે હિતેષ ઉર્ફે મદારી રાણાવાયા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...