તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar બરડાપંથકમાં વરસાદી ઝાપટાં સાથે ભારે પવન ફૂંકાયો : વાતાવરણમાં પલટો

બરડાપંથકમાં વરસાદી ઝાપટાં સાથે ભારે પવન ફૂંકાયો : વાતાવરણમાં પલટો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સાયકલોન સર્જાવાની શક્યતા હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા માચ્છીમારોને પરત આવવા અને દરિયો ન ખેડવા પણ સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સાંજે 6:30 કલાકે બરડાપંથકમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બરડાપંથકના બગવદર, મોઢવાડા, કિંદરખેડા, ખાંભોદર, નાગકા, વાછોડા, નટવર, બખરલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને વરસાદી ઝાપટાં પડ્યા હતા. પોરબંદર નજીક દેવભૂમિ દ્વારકાના ડાંગરવડ ગામે વધુ પવનને કારણે પશુઓ માટે બનાવેલ ઢાળીયાના છાપરા પણ ઉડ્યા હોવાનું જાણવા મળે છે. ભારે પવનના કારણે વૃક્ષો પણ ખખડી ઉઠ્યા હતા. 20 જેટલા વીજ ફીડરોમાં ફોલ્ટ સર્જાતા વીજળી ગુલ થઇ હતી. વાડી વિસ્તારમાં લોકોએ અંધારામાં રાત્રી ભોજન કર્યું હતું. પવનના સૂસવાટા તથા ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. તસ્વીર - જીતુ કારાવદરા

અન્ય સમાચારો પણ છે...