તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar સેવાસેતુમાં માત્ર મા કાર્ડની કામગીરી જ કરવામાં આવી

સેવાસેતુમાં માત્ર મા કાર્ડની કામગીરી જ કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર તાલુકાના મજીવાણા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં અનેક ગામના અરજદાર લોકો આવ્યા હતા પરંતુ માં કાર્ડ સિવાયની બધી કામગીરી ટલ્લે ચડતા લોકોને ભારે પરેશાની વેઠવી પડી હતી.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેરમાં ધક્કો ખાવો ન પડે તે માટે વહીવટીતંત્ર આપના દ્વાર સુધી પહોંચીને પરમીટ સહિતની અલગ-અલગ કામગીરીઓ ઘરઆંગણે થઈ જાય તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે પોરબંદર જિલ્લાના મજીવાણા ગામ ખાતે 7 ગામોની વચ્ચે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો પરંતુ આ સેવાસેતુ કાર્યક્રમમાં સુવિધાને બદલે અસુવિધા જોવા મળતા અને માત્ર માં કાર્ડ સિવાયની બધી કામગીરી ટલ્લે ચડી જતા લોકો પરેશાન થયા હતા. આ ગામમાં મજીવાણા ઉપરાંત અડવાણા, સોઢાણા, શીંગડા, શીશલી, ફટાણા સહિતના 7 ગામોના લોકો આ કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે માં કાર્ડ સિવાયની અન્ય કોઈ કામગીરી પૂર્ણ રીતે થઈ ન હતી. આધારકાર્ડના ફોર્મ 1 વાગ્યે જ ખલાસ થઈ જતા લોકો પરેશાનીમાં મુકાયા હતા. આધારકાર્ડ બનાવવા માટે પોતાના ગ્રામ્ય વિસ્તારમાંથી તડકો વેઠીને આધારકાર્ડમાં સુધારા-વધારા કરાવવા લોકો આવ્યા હતા ત્યારે બપોરે 1 વાગ્યે જ આ ફોર્મ ખાલી થઈ ગયા હતા. તેવો પણ આક્ષેપ થઈ રહ્યો છે કે લાગતા-વળગતાને છૂપી રીતે આધારકાર્ડની કામગીરી કરી આપવામાં આવી હતી.

રાશનકાર્ડમાં નામ સુધારવા માટે મસમોટા બોર્ડ લગાડવામાં આવ્યા પરંતુ નામ સુધર્યા નહીં
સાત ગામના લોકો મજીવાણા ગામે આ કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે રાશનકાર્ડમાં નામ સુધારવા માટે મોટા-મોટા બોર્ડ લગાડવામાં આવ્યા છે પરંતુ અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે રાશનકાર્ડમાં નામ સુધારવું હોય તો રાજકોટથી ગેઝેટ બનાવી આવો. પછી તમારા કાર્ડમાં નામ સુધારવામાં આવશે જેથી લોકો પરેશાન બન્યા હતા.

સેવા સેતુમાં મોટાભાગની કામગીરી ટલ્લે ચઢી હતી. તસ્વીર - જીતુ કારાવદરા

શું કહે છે તાલુકા વિકાસ અધિકારી ?
આ અંગે અધિકારી સોલંકીએ એવું જણાવ્યું હતું કે આધારકાર્ડમાં એક મશીનમાં 1 દિવસમાં 40 થી 45 આધારકાર્ડ બને છે જેથી અહીંયા 2 મશીનો રાખવામાં આવ્યા હતા, એટલે 90 જેટલા આધારકાર્ડ જ બન્યા છે. હજુ 50 લોકો ભેગા થશે અને ગ્રામપંચાયત દ્વારા લેખિત જાણ કરશે તો એક દિવસ પૂરતી મામલતદાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...