તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar મંદ બુદ્ધિના બાળકો ડી.જે. નાં તાલે મનમૂકીને રાસતાલી દાંડીયા રમ્યા

મંદ બુદ્ધિના બાળકો ડી.જે. નાં તાલે મનમૂકીને રાસતાલી- દાંડીયા રમ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈ. દ્વારા એક દિવસીય નવરાત્રીનું આયોજન શિશુકુંજ ખાતે કરવામાં આવ્યું હતું. જન્મથી જેનામાં કુદરતી ખોટ રહેલી છે તેવા નાના બાળકોથી લઈને મોટા સુધી દરેકને મનોરંજન અને પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ કાર્યક્રમને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંદબુદ્ધિના બાળકો અને તમામ નાના-મોટા સૌ ડી.જે. ના તાલે મન મૂકીને રાસતાલી-દાંડીયા રમ્યા હતા અને ઉત્સાહભેર આ કાર્યક્રમને માણ્યો હતો. આ કાર્યક્રમ બાદ 40 જેટલા વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ, વેફર, ચોકલેટ, કેકની પેસ્ટ્રી આપી નાસ્તો કરાવ્યો હતો. ત્યારબાદ બધા વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, વોટરબેગ જેવા ઈનામો આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ ઠકરાર, જી.એમ.સી. સ્કૂલના સંચાલક જૈન અને તેમના પત્ની ઉપસ્થિત રહ્યા હતા અને તેમના બાળકોને ઈનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ કિશન રાઠોડ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...