• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - પોરબંદર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 12 શખ્સો ઝડપાયા

પોરબંદર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 12 શખ્સો ઝડપાયા

પોરબંદર જિલ્લામાં દારૂનું દૂષણ વધવા પામ્યું છે. રોજે નશાની હાલતમાં શખ્સો મળી આવે છે ત્યારે જિલ્લામાંથી નશો કરેલી...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:30 AM
Porbandar - પોરબંદર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 12 શખ્સો ઝડપાયા
પોરબંદર જિલ્લામાં દારૂનું દૂષણ વધવા પામ્યું છે. રોજે નશાની હાલતમાં શખ્સો મળી આવે છે ત્યારે જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 12 શખ્સોને પોલીસે ઝડપી લઇ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરમાં નરસંગ ટેકરી આંબેડકર નગરમાં રહેતો સંજય માવજી ચાંચીયા, જયેશ હમીર સીંદવ, બીરલા કોલોની, ઈન્દીરાનગરમાં રહેતો રાજસી નેભા ઓડેદરા, ખારવાવાડ બ્રાંચ સ્કૂલ સામેથી મીલન ઉર્ફે મોન્ટુ નાથા વાંદરીયા, મીઠી મસ્જીદ પાસેથી રોહિત દેવેન્દ્ર કોટીયા, જુમ્મા મસ્જીદ પાસેથી નિલેષ ઉર્ફે ડગુ મધુ હોદાર, સાગર ઉર્ફે રીક્ષાવાળો પ્રભુદાસ મસાણી, સુભાષનગરમાં રહેતો છગન પમા કાણકીયા, કાટવાણા ગામેથી ખીમા રાણા પાંડાવદરા, બાવળવાવ ગામની સીમમાં રહેતો માલદે પોપટ ઓડેદરા, અરશી દુદા રાણાવાયા, કુણવદર ચાર રસ્તેથી જીવા માલદે ગોરાણીયાને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા અને ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કાર્યવાહીથી દારૂ વેંચનાર અને પીનાર શખ્સોમાં ફફડાટ ફેલાયો છે.

X
Porbandar - પોરબંદર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 12 શખ્સો ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App