તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વિસાવાડા ગામે પુત્રએ સગી જનેતાને લાકડીથી માર માર્યો

વિસાવાડા ગામે પુત્રએ સગી જનેતાને લાકડીથી માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવાડામાં વૃદ્ધ માતાએ તેના પુત્રને દારૂ વેચવાની ના પાડતા પુત્રએ માતાએ લાકડી વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વિસાવાડામાં વણકરવાસમાં રહેતી જીવીબેન ઘેલા લીંબોલા નામની વૃદ્ધાએ તેના દીકરા ડાયા ઘેલા લીંબોલાને દારૂ વેચવાની ના પાડતા તેનો દીકરો ઉશ્કેરાઈ ગયો હતો અને તેની માતાને ભૂંડી ગાળો કાઢી લાકડી વડે પોતાના ઘરમાં જ માર મારી, મુઢ ઈજાઓ પહોંચાડી હતી. આથી સારવાર અર્થે ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દીકરાએ માર મારતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ મીયાણી મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.ડી. વાઢીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...