પોરબંદર તાલુકાના નવાગામ-રાજપર ગામે એક વાડીમાં પોલીસે દરોડો પાડી 68 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર તાલુકાના નવાગામમાં રહેતો સુકા ઉર્ફે સુકી ભકન ઓડેદરાના વાડીના રહેણાંક મકાનમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આ મકાનમાંથી 68 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો.
અને આરોપીને ઝડપી લઈને આ દારૂ અંગે પૂછપરછ કરતા આ દારૂ માંગરોળ તાલુકાના મીતી ગામે રહેતા અરજણ પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે તેમની વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો