• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર શહેરમાં આવેલ નરસંગ ટેકરી સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ બનાવવા

પોરબંદર શહેરમાં આવેલ નરસંગ ટેકરી સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ બનાવવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરમાં આવેલ નરસંગ ટેકરી સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ બનાવવા પાછળ સરકારે 97 કરોડ રૂપીયાનો ખર્ચ કર્યો છે. સુદામાનગરી અને મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર શહેરને કરોડો રૂપિયાના ખર્ચે સ્પ્લીટ ફ્લાય ઓવરબ્રિજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ જવાબદાર તંત્રની ઘોર બેદરકારીને કારણે અહીં સ્ટ્રીટલાઈટ ફિટ કરવાની કામગીરી આજ દિવસ સુધી કરવામાં આવી નથી. સ્ટ્રીટલાઈટ ફિટ કરવાની છેલ્લા દોઢ વર્ષથી માત્ર વાતો જ વાગોળવામાં આવી રહી છે. દ્વારકા, સોમનાથ અને રાજકોટ તરફ જતા અનેક વાહનો પૂરઝડપે આ બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે. અહીંથી હજ્જારો વાહનો પૂરઝડપે પસાર થતા હોવાને કારણે રાત્રીના સમયે અંધકારપટ છવાયો હોવાથી વાહનચાલકોમાં પણ અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે જેથી આ સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ પર સ્ટ્રીટલાઈટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...