બગવદર PGVCLની પોલ ખુલી, વરસાદી છાંટા પડતાં જ વીજળી ગુલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર પી.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા પ્રી-મોન્સુનની કામગીરી કરવામાં આવી હોવાની વાતો વાગોળવામાં આવી રહી છે પરંતુ હાલ વરસાદના છાંટા પડતા જ વિજળી ગૂલ થઈ જાય છે. પોરબંદર તાલુકાના ગ્રામ્યપંથકમાં વારંવાર વિજળી ગૂલ થતી હોવાને કારણે ખેડૂતો સહિતના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો પી.જી.વી.સી.એલ. વિભાગના અધિકારીઓને વિજધાંધીયા અંગેની કમ્પ્લેઈન કરે તો પી.જી.વી.સી.એલ. ના અધિકારીઓ પણ લોકોને ઉડાઉ જવાબ આપી રહ્યા છે. ફટાણા ગામના અગ્રણી કેશુભાઈ ઓડેદરાએ એવું જણાવ્યું હતું કે વારંવાર વિજપુરવઠો ખોરવાતા હોવાને કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. વિજળીની કમ્પ્લેઈન અંગે અધિકારીઓને ફોનથી સંપર્ક કરવામાં આવે તો તેઓ પણ ઉડાઉ જવાબ આપી રહ્યા છે, જેથી તાત્કાલીક ધોરણે ગ્રામ્યપંથકમાં જર્જરીત બનેલ વિજપોલ અને લટકતા વિજવાયરોનું સમારકામ કરવામાં આવે અને વારંવાર ખોરવાતા વિજપ્રવાહની સમસ્યાનું નિરાકરણ કરાય તેવી માંગ ઉઠવા પામી હતી.

ફટાણા ગામે વીજપ્રવાહ બંધ થયો હોવાને કારણે સસ્તા અનાજની દુકાને મહિલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વીજપુરવઠો બંધ થયો હોવાથી સસ્તા અનાજની દુકાને આવતા ગ્રાહકોના ફીંગર પ્રિન્ટ લેવાની કામગીરી બંધ થઈ ગઈ હતી. કોમ્પ્યુટર સહિતની ઈલેક્ટ્રોનિક વસ્તુ વીજપ્રવાહ બંધ થતા બંધ પડી ગઈ હોવાથી કલાકો સુધી સસ્તા અનાજની દુકાને મહિલાઓને હાલાકી વેઠવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...