તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ખાદી ગ્રામ ઉદ્યોગની વસ્તુમાં જીએસટી લાગુ નહીં પડતા ખરીદીમાં વધારો થયો

ખાદી ગ્રામ ઉદ્યોગની વસ્તુમાં જીએસટી લાગુ નહીં પડતા ખરીદીમાં વધારો થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવન ખાતે બાપુની અવનવી ખાદી તેમજ ગ્રામ્ય ઉદ્યોગ વસ્તુઓ મળે છે. બાપુના જન્મસ્થળે મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ ખાદીભંડારની મુલાકાતે આવતા હોય છે અને બાપુની ખાદીની વસ્તુઓ લઈ જતા હોય છે ત્યારે સરકાર દ્વારા 1 જુલાઈથી જી.એસ.ટી. કાયદો લાગુ કરવામાં આવ્યો છે પરંતુ કાયદો પોરબંદરના ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં હજુ સુધી લાગુ પડ્યો નથી અને 10 દિવસમાં 13 લાખ જેટલું વેચાણ કરવામાં આવ્યું છે. ભારત દેશના રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધીજી, કે જેમનું જન્મસ્થળ એટલે કે પોરબંદર કીર્તિમંદિર. બાપુના જન્મસ્થળની મુલાકાતે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે. બાપુને ખાદીની વસ્તુઓ અતિપ્રિય હતી આથી પોરબંદર શહેરમાં ખાદી ગ્રામઉદ્યોગ ભવન આવેલું છે અને ત્યાં બાપુને પ્રિય ખાદીના વસ્ત્રો મળે છે અને પોરબંદરની મુલાકાતે આવતા પ્રવાસીઓ પણ ખાદીભંડારમાંથી બાપુનો રેટીયો અને ખાદી સહિત અને ચીજવસ્તુઓ યાદગીરી સ્વરૂપે ખરીદીને લઈ જતા હોય છે. સરકાર દ્વારા જી.એસ.ટી. નો કાયદો અમલમાં આવ્યો છે અને અનેક વસ્તુ ઉપર 5 ટકાથી લઈ 25 ટકા સુધીનો કરવેરો લગાડવામાં આવ્યો છે ત્યારે ખાદી ગ્રામઉદ્યોગ ભવનની કોઈપણ વસ્તુમાં હજુ સુધી જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો નથી અને જી.એસ.ટી. લાગ્યા બાદ પણ 10 દિવસમાં 13 લાખ જેટલું વેંચાણ કરવામાં આવ્યું છે. પોરબંદર ખાદી ગ્રામઉદ્યોગ ભવનના સેક્રેટરી મુકેશ દત્તાએ જણાવ્યું હતું કે, હજુ સુધી ખાદી ગ્રામની વસ્તુઓ ઉપર જી.એસ.ટી. નો કાયદો લગાવવામાં આવ્યો નથી અને આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ તે અંગે કાર્યવાહી કરાશે.

1 જુલાઇથી જી.એસ.ટી. લાગ્યા બાદ પણ 10 દિવસમાં 13 લાખનું વેચાણ થયું

અન્ય સમાચારો પણ છે...