તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાદી ગ્રામઉદ્યોગ ભવનમાં સ્વાઈપ મશીનનો અભાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરએટલે કે ગાંધી જન્મભૂમિ અને ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે ગાંધીબાપુને પ્રિય ખાદી સહિતની વસ્તુઓના વેચાણ માટે ખાદીભંડાર આવેલું છે અને પ્રવાસીઓ દ્વારા બાપુની યાદગાર વસ્તુઓ લઈ જતા હોય છે. ખાદીભંડાર દ્વારા એક માસમાં લાખો રૂપીયાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે પરંતુ નોટબંધી બાદ સરકાર દ્વારા ઓનલાઈન ટ્રાન્જેક્શનનો અનુરોધ કર્યો હતો. આથી ખાદીભંડારના સેક્રેટરી મુકેશ દત્તા દ્વારા બેન્કમાં સ્વાઈપ મશીન આપવા અંગેની અરજી કરી હતી. પરંતુ હજુ સુધી પણ ખાદીભંડારને બેન્ક દ્વારા સ્વાઈપ મશીન આપવામાં આવ્યું નથી. આથી દેશ-વિદેશથી આવતા લોકોને બાપુની વસ્તુ લઈ તો જવી હોય છે પરંતુ રોકડ રકમ હોવાથી એ.ટી.એમ. નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ખાદીભંડારમાં એટીએમ માટેનું સ્વાઈપ મશીન હોવાથી ઓનલાઈન ટ્રાન્જેક્શન થઈ શકતું નથી. આથી ખાદીભંડારની વસ્તુઓના વેચાણ ઉપર પણ અસર પડી રહી છે ત્યારે બેન્ક દ્વારા તાત્કાલીક સ્વાઈપ મશીન આપવામાં આવે તેમ ખાદીભંડારના સેક્રેટરી મુકેશ દત્તાએ માંગ કરી છે.

ખાદી ભંડારમાં સ્વાઇપ મશીનનાં અભાવે હાલાકી. તસ્વીર-કે. કે. સામાણી

પોરબંદર ખાદી ભંડારના સેક્રેટરી દ્વારા 9 માસથી અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં

અન્ય સમાચારો પણ છે...