તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરની કોલેજમાં ચિત્ર, નિબંધ વક્તૃત્વસ્પર્ધાનું આયોજન કરાયું

પોરબંદરની કોલેજમાં ચિત્ર, નિબંધ - વક્તૃત્વસ્પર્ધાનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર શહેરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી ઠેરઠેર કરવામાં આવે છે. ત્યારે ગુરુપૂર્ણિમા દિવસ નિમીતે ગોઢાણીયા મહિલા કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રામકૃષ્ણ આશ્રમ-પોરબંદર ખાતેના સ્વામી આત્મદીપાનંદજી, પ્રિન્સીપાલ ડો. અનુપમ નાગર, વાઈસ પ્રિન્સીપાલ હરિભાઈ કગથરા, ડો. ઈલાબહેન થાનકી, ડો. વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમા નિમીતે મનુષ્યજીવનમાં ગુરુનું મૂલ્ય સમજાવ્યું હતું તે ઉપરાંત ગુરુપૂર્ણિમા નિમીતે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિજેતા થયેલા પ્રથમ, દ્વિતીય અને તૃતિય વિદ્યાર્થીઓને શિલ્ડ અને અભિનંદન આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ડો. ઈલાબહેન થાનકી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...