તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ઓડદરમાં જમીનના મનદુ:ખને લઇ આધેડ પર પિતરાઇ ભાઇઓનો હુમલો

ઓડદરમાં જમીનના મનદુ:ખને લઇ આધેડ પર પિતરાઇ ભાઇઓનો હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનજીક આવેલા ઓડદર ગામે જમીનના મનદુ:ખને લઈને આધેડ ઉપર તેમના મોટા બાપાના બે દીકરાઓએ લાકડી અને કૂહાડી વડે હૂમલો કરી મોઢામાં અને પગમાં ઈજા પહોંચાડતા તેમને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

પોરબંદરના ઓડદર ગામે રહેતો માલદે ભીમા ઓડેદરા નામના આધેડની જમીન રામખડા સીમવાડી વિસ્તારમાં આવેલી છે, પરંતુ જમીનના શેઢાની બાબતને લઈને તેમના મોટા બાપાના દીકરાઓ સાથે જુનું મનદુ:ખ હોય ત્યારે આજે આધેડ પોતાની વાડીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન મોટાબાપાના દીકરા રામા ભુરા ઓડેદરા અને લખમણ ભુરા ઓડેદરા નામના બન્ને શખ્સો કૂહાડી, લાકડી લઈને ધસી આવ્યા હતા અને આધેડને ભૂંડી ગાળો બોલી ઢીકા-પાટુ અને લાકડી-કૂહાડી વડે માર મારી પગ અને મોઢામાં ઈજા પહોંચાડતા તાત્કાલીક સારવાર માટે 108 મારફતે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોઢામાં ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા.

વાડીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન લાકડી, કુહાડીથી માર માર્યો

અન્ય સમાચારો પણ છે...