તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરના ખડપીઠમાં જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં શ્રાવણીયો જુગાર શરૂ થઈ ગયો હોય તેમ પોરબંદરના ખડપીઠ વિસ્તારમાં જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પોરબંદરના નવી ખડપીઠ દેવીપૂજક વાસમાં ચાલતા જુગારધામની પોલીસને બાતમીના આધારે પોલીસે ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડી જુગાર રમતા રમેશા ઉર્ફે દલસુખ સોલંકી અને વિજેશ ઉર્ફે વિજય યકુ ચીખલીયા નામના બન્ને શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂા. 1940 નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં શ્રાવણ માસ નજીક આવતા જુગારધામ વધતા હોય તેમ દિવસને દિવસે પોલીસ જુગારીઓને ઝડપી લે છે.

અન્ય સમાચારો પણ છે...