Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - પોરબંદર જિલ્લામાંથી જાહેરમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

પોરબંદર જિલ્લામાંથી જાહેરમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:30 AM

પોલીસે કુલ 8,750 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

  • Porbandar - પોરબંદર જિલ્લામાંથી જાહેરમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા
    પોરબંદર જિલ્લામાં જાહેરમાં જુગાર રમતા 10 શખ્સોને ઝડપી લીધા હતા. રાણાવાવ તાલુકાના સ્ટેશનપ્લોટમાં આવળમાતાજીના મંદિર સામે જાહેરમાં જુગાર રમતા જેરામ આંબા લાંગડીયા, ભાયા ખીમા ડાભી, નિલેશ રાયમલ મકવાણા, ભાવેશ ભુરા ડાભી અને અરવિંદ કડવા ગાંગડીયાને તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા પોલીસે દરોડા દરમિયાન ઝડપી લીધા હતા અને સ્થળ પરની રોકડ રકમ 4,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત મોરાણા ગામે નવા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા હરેશ દેવજી પરમાર, મનોજ નારણ ચૌહાણ, લખમણ વેજા શિંગરખીયા, જેસા ખીમા કારેણા અને કનુ સીદા રાઠોડને તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા પોલીસે ઝડપી લીધા હતા અને જુગારની રોકડ રકમ 4,450 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending