તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરની પોસ્ટઓફિસમાં છેલ્લા 15 દિવસથી સીસ્ટમ બંધ થતાં પોસ્ટલ લાઈફ ઈન્સ્યુરન્સનાં ગ્રાહકો મુસ

પોરબંદરની પોસ્ટઓફિસમાં છેલ્લા 15 દિવસથી સીસ્ટમ બંધ થતાં પોસ્ટલ લાઈફ ઈન્સ્યુરન્સનાં ગ્રાહકો મુસીબતમાં મૂકાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરની પોષ્ટઓફિસમાં છેલ્લા 15 દિવસથી સી.એસ.આઈ. (કોર સીસ્ટમ ઈન્ટીગ્રેશન) બંધ છે અને ઉપરથી જ આ સીસ્ટમ બંધ હોવાનાં કારણે પોસ્ટલ લાઈફ ઈન્સ્યુરન્સનાં ગ્રાહકો મુસીબતમાં મૂકાઈ ગયા છે. સરકારી કર્મચારીઓ પોસ્ટલ લાઈફ ઈન્સ્યુરન્સ ભરતા હોય છે અને દર મહિને, 3 મહિને, 6 મહિને અને વાર્ષિક સ્કીમ મુજબ ભરવાના હોય છે. ત્યારે આ સીસ્ટમ બંધ થતા ગ્રાહકો ઈન્સ્યુરન્સના રૂપીયા જમા કરાવી શકતા નથી અને ધક્કાઓ ખાઈ રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે આ માસમાં 30 તારીખ સુધીમાં રૂપીયા જમા નહીં થાય તો પેનલ્ટી પણ કપાઈ જશે ! ગ્રાહકો રૂપીયા જમા કરાવવા આવે છે અને સીસ્ટમ બંધ હોવાથી વગર વાંકે રોજ ધક્કા ખાઈ રહ્યા છે. આ બાબતે નીતેશભાઈ ધોકીયા નામના ગ્રાહકે એવું જણાવ્યું હતું કે હું છેલ્લા 3 દિવસથી રૂપીયા ભરવા આવું છું પરંતુ સીસ્ટમ બંધ છે અને ચાલુ થઈ જશે તેવું આશ્વાસન આપે છે.

ઉપરથી સીસ્ટમ બંધ છે તેમાં હું શું કરૂં ? ઈન્ચાર્જ પોસ્ટ માસ્તર
અન્ય સમાચારો પણ છે...