તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરનાં સુદામા ચોકમાં સીમેન્ટનો રોડ ખોદી નંખાયો

પોરબંદરનાં સુદામા ચોકમાં સીમેન્ટનો રોડ ખોદી નંખાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં સુદામાચોક ખાતે સીમેન્ટનો રોડ ખોદી નાખવામાં આવ્યો હોવાના કારણે નગરજનો સહિત પર્યટકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીના મંદિરે દરરોજ દેશ-વિદેશના પર્યટકો આવતા હોય છે. અહીંથી જ શહેરની મુખ્ય બજારોમાં નગરજનો અવરજવર કરતા હોય છે ત્યારે જવાબદાર તંત્રએ છેલ્લા 2 મહિનાથી અહીં સીમેન્ટનો રોડ ખોદી નાંખ્યો છે. સુદામાજીના મંદિરના ગેઈટ ઉપર જ સીમેન્ટનો રોડ ખોદી નાંખ્યો હોવાને કારણે અહીં દર્શનાર્થે જતા ધર્મપ્રેમીજનોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જવાબદાર તંત્રની ઘોર બેદરકારીના કારણે છેલ્લા 2 મહિનાથી ખોદકામ કરી કામ અધૂરૂં મૂકી દેવામાં આવ્યું છે. નગરજનો સહિત અહીં આવતા દેશ-વિદેશના પર્યટકોને ખોદકામ કરાયું હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવા છતાં પણ તંત્ર કામ પૂરૂં કરવામાં અાનાકાની કરી રહ્યું છે. જેથી તાત્કાલીક ધોરણે અધૂરૂં કામ પૂરૂં કરવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...