તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar નવરાત્રીમાં રાસોત્સવમાં એન્ટ્રી પ્રવેશનો સમાન દર રાખવા માંગ

નવરાત્રીમાં રાસોત્સવમાં એન્ટ્રી પ્રવેશનો સમાન દર રાખવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના યુવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન રાસોત્સવમાં સંસ્થાના આયોજકો દ્વારા ગેઈટ પાસ તથા રોજેરોજના એન્ટ્રી પાસ મનફાવે તે રીતે વસૂલવામાં આવે છે. આયોજકો અને સંચાલકો મોટામોટા સ્પોન્સરો, જાહેરાતો વગેરે ભંડળો પહેલેથી જ મેળવી લે છે. જેથી ગેઈટ પાસના ભાવ એકસમાન રાખવામાં આવે તેવી માંગણી કરી છે. ખાનગી ક્લબોમાં ખાણીપીણીની આઈટમોમાં પણ બેફામ વધારો લેવામાં આવે છે જેથી દરેક આઈટમ પ્રિન્ટ ભાવે મળે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત નવરાત્રી ધાર્મિક તહેવારને ધંધાદારીમાં ન ફેરવાય તેવી પણ અપીલ કરાઈ છે. કેન્ટીનમાંથી ફરજીયાત ઉંચા ભાવે તથા પ્રિન્ટથી ઉંચા ભાવથી ખરીદ કરવા મજબુર કરવામાં આવે છે અને દરેક ચીજવસ્તુઓમાં બેફામ ભાવવધારો લાગુ કરી દેવામાં આવે છે તેની સામે કડક પગલા ભરવામાં આવે તેવું પણ આવેદનપત્રમાં જણાવાયું છે.

આ ઉપરાંત આદ્યશક્તિની આરાધના ઉત્સવ નવરાત્રીના પ્રારંભે નવરાત્રીની ગરીમા જળવાય તે માટે લવજેહાદ જેવા કિસ્સા ન બને તે માટે તમામ પ્રાઈવેટ ગરબી સંચાલકોને અપીલ કરવામાં આવે છે કે બિન હિન્દુઓને પ્રવેશ ન આપવો જોઈએ. જેથી આ અંગે પ્રતિબંધ મૂકવા પણ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...