તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar ગાંધીજયંતીની ઉજવણીને અનુલક્ષીને 3 કેદીઓને ખાસ જેલમાંથી મુક્ત કરાયા

ગાંધીજયંતીની ઉજવણીને અનુલક્ષીને 3 કેદીઓને ખાસ જેલમાંથી મુક્ત કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ગાંધીજયંતીની ઉજવણીને અનુલક્ષીને 3 કેદીઓને ખાસ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને જેલમાં ગાંધીવિચારો પર 4 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા.

ગાંધીજીની 150 મી જન્મજયંતીની ઉજવણીને અનુલક્ષીને સરકાર દ્વારા પાકા કામના કેદીઓને માફી આપવામાં આવી હતી. રાજ્યમાં 120 જેટલા કેદીઓને માફી આપવામાં આવી છે ત્યારે પોરબંદરમાંથી પણ 3 કેદીઓને માફીનો લાભ મળતા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગાંધીજયંતીને લઈને પોરબંદરની ખાસ જેલમાં 2 થી 5 તારીખ સુધી ગાંધીજીના વિચારો અંગે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ગાંધીજીના જીવન વિશે કેદીઓને અને આરોપીઓને ફિલ્મ બતાવવામાં આવી હતી. જેલમાં સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું હતું અને જેલર ડી.આર. કરંગીયા દ્વારા ગાંધીજીના જીવન વિષે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ કેદીઓ દ્વારા ગાંધીજીના ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં \\\'વૈષ્ણવજન તો તેને રે કહીએ\\\' જેવા ગાંધીજીને પ્રિય ભજનો ગાવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત થનાર ત્રણેય કેદીઓને જેલર કરંગીયા દ્વારા ગાંધીજીના પુસ્તક જેવા કે ગાંધીજીની આત્મકથા અને સત્યના પ્રયોગો જેવા પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ તકે ઈતિહાસવિદ્ નરોત્તમભાઈ પલાણ અને સુનિલભાઈ ભીમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...