Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - પોરબંદરમાં થયેલી બાઈકચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે શખ્સ ઝબ્બે

પોરબંદરમાં થયેલી બાઈકચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે શખ્સ ઝબ્બે

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:26 AM

પોરબંદરમાં બોખીરા વિસ્તારમાંથી એક બાઈકની ચોરી થઈ હતી અને ઉદ્યોગનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ હતી અનેપોલીસે...

  • Porbandar - પોરબંદરમાં થયેલી બાઈકચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે શખ્સ ઝબ્બે
    પોરબંદરમાં બોખીરા વિસ્તારમાંથી એક બાઈકની ચોરી થઈ હતી અને ઉદ્યોગનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ હતી અનેપોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા, LCBએ બાઈકચોરને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. LCBના PSI એચ.એન. ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ વિપુલ મેરામભાઈ, સમીર સુમારભાઈ, હોથીભાઈ મોઢવાડીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન લીમડાચોક માર્કેટ પાસે એક શખ્સ બાઈક સાથે ઉભો હતો ત્યારે તેમનાં ઉપર શંકા જતા એલ.સી.બી. એ પોકેટ ડોટ્સ મોબાઈલ ફોનમાં સર્ચ કરી જીજે 25 એન 1806 નંબરનું બાઈક કોનું છે ω તે તપાસ કરી હતી અને આ શખ્સને પૂછતા તેણે પોતાનું નામ બાબુ ઉર્ફે કાર્તિક ઉર્ફે કારીયો લાખા સીડા જણાવ્યું હતું અને બાઈકનાં કાગળીયા માંગતા કાગળીયા નથી તેવું જણાવ્યું હતું. આથી LCB દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આ બાઈક બોખીરા સતીઆઈનાં મંદિર પાસેથી ચોરી લીધું હોવાની કબુલાત આપતા પોલીસે તેને ઝડપી લીધો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ