પોરબંદર|કલ્યાણપુર તાલુકાનાં રાવલ ગામે બારીયાધારમાં રહેતો લખુ કરશન મારૂ પોતાનું બાઈક જીજે 10 એસ 4692 ચલાવીને કુણવદર ગામે ચાર રસ્તા પરથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સના કબ્જામાંથી દેશી દારૂ લીટર 7 મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને ગુન્હો નોંધી બાઈક સહિત 20,140 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.