Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - STને શ્રાવણ માસમાં 11.36 કરોડ રૂપિયાની આવક થઇ

STને શ્રાવણ માસમાં 11.36 કરોડ રૂપિયાની આવક થઇ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:26 AM

ગત વર્ષ કરતા 13 લાખનો વધારો થયો

  • Porbandar - STને શ્રાવણ માસમાં 11.36 કરોડ રૂપિયાની આવક થઇ
    જૂનાગઢ એસ.ટી વિભાગ દ્વારા શ્રાવણ માસ નિમિતે સોમનાથ, વેરાવળ, રાજકોટ અને પોરબંદર રૂટ પર એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી અને બસની 133 ટ્રીપો દોડાવવામાં આવી હતી. જેને લઇને એસ.ટી.વિભાગને શ્રાવણ માસ ફળ્યો હોય તેમ કરોડો રૂપિયાની આવક થઇ છે. શ્રાવણ માસ સાથો સાથ રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોમાં પણ લાખો રૂપિયાની આવક થઇ છે. જૂનાગઢ એસ.ટી. ડિવિઝનને શ્રાવણ માસ ફળ્યો હોય તેમ એક માસમાં 11,36,16,705 રૂપિયાની આવક થઇ છે.

    ગત વર્ષ કરતા આ વર્ષે 13,29,396 રૂપિયાની આવક વધારો થયો છે. જૂનાગઢ એસ.ટી.એ ઘણીબધી નવી બસો મુકી છે જેના કારણે મુસાફરોને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થઇ છે. યાત્રિકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તહેવાર દરમિયાન તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોવાથી વધારાની આવક પણ થતી હોય છે અને તહેવારોમાં એસટી બસમાં ધસારો જોવા મળી રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending