• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - જૂનાગઢ જિલ્લા સહકારી સંઘનાં અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાઈ

જૂનાગઢ જિલ્લા સહકારી સંઘનાં અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાઈ

સહકારી સંઘનાં ત્રણ હોદ્ેદારો બિનહરીફ ચૂંટાયા

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:26 AM
Porbandar - જૂનાગઢ જિલ્લા સહકારી સંઘનાં અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાઈ
જૂનાગઢ જિલ્લા સહકારી સંઘનાં બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. બાદ સોમવારે સંઘનાં હોદેદારોની ચૂંટણી યોજાઇ હતી.જેમાં બોર્ડનાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને માનદમંત્રની ચૂંટણી થઇ હતી. આ ચૂંટણીમાં ત્રણેય હોદેદારો બીનહરીફ ચૂંટાયા હતાં. જૂનાગઢ જિલ્લા સહકારી સંઘમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લા સહકારી સંઘમાં જુદી-જુદી 750 કરતા વધુ સહકારી સંસ્થાઓ સભાસદ છે. જેના બોર્ડ ઓફ ડીરેકટર્સની તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં 13 સભ્યો બીનહરીફ અને 5 સભ્યો ચૂંટાયા હતાં. સંઘમાં કુલ 18 સભ્યો અને ત્રણ સરકારનાં પ્રતિનિધીની નિમણુંક કરવામાં આવી હતી. આમ કુલ 21 સભ્યોનું બોર્ડ બન્યું હતું. બોર્ડનાં સભ્યો ચૂંટાયા બાદ સોમવારે બોર્ડનાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને માનદમંત્રીની ચૂંટણી યોજાઇ હતી. કલેકટરનાં માર્ગદર્શનમાં મામલતદારની અધ્યક્ષતામાં ચૂંટણી સંપન્ન થઇ હતી. અધ્યક્ષ પદે માનસિંહ એમ. પરમાર, ઉપાધ્યક્ષ પદે રવજીભાઇ ડી. કણસાગરા, માનદમંત્રી પદે ગોપાલભાઇ બી. કોઠારી ચૂંટાયા હતાં. નીતીન ભારદ્વાજ, બેંકનાં ચેરમેન એલ.ટી.રાજાણી, લક્ષ્મણભાઇ યાદવ, ડોલર કોચેટા સહિતનાં હાજર રહ્યાં હતાં.

X
Porbandar - જૂનાગઢ જિલ્લા સહકારી સંઘનાં અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App