માધવપુરમાં વૃદ્ધા પર પતિ સહિત બે શખ્સનો હુમલો

પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:26 AM
Porbandar - માધવપુરમાં વૃદ્ધા પર પતિ સહિત બે શખ્સનો હુમલો
માધવપુરમાં નજીવી બાબતે વૃદ્ધા પર તેના પતિ અને એક મહિલાએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર જિલ્લાના માધવપુર ગામે સીતારામ મઢી પાસે રહેતા દેવીબેન ઉર્ફે કવીબેન નાગજી ધારૈયા નામની વૃદ્ધા ઘરકામમાં વાસણનું કામ કરતા હતા. તે દરમિયાન તેનો પતિ નાગજી કાના ધારૈયા અને કવિબેન યોગેશ ધારૈયાએ ‘‘તું કામમાં વાર લગાડે છે’’ તેમ કહી લાકડી વડે માર મારી અને ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ માધવપુરના હેડ કોન્સ્ટેબલ જાડેજા ચલાવી રહ્યા છે.

X
Porbandar - માધવપુરમાં વૃદ્ધા પર પતિ સહિત બે શખ્સનો હુમલો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App