તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બહેનનું એડ્રેસ ભાઇએ ન આપતાં શખ્સે લાકડી વડે માર માર્યો : રાવ

બહેનનું એડ્રેસ ભાઇએ ન આપતાં શખ્સે લાકડી વડે માર માર્યો : રાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં કોળીવાડમાં એક યુવાનની બહેનને એક શખ્સ સાથે સબંધ હતો અને સબંધ તોડી નાખતા શખ્સે યુવતીનાં ભાઈ પાસે સરનામું માંગતા, સરનામું ન આપતા શખ્સે ભાઈને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. રામધુન મંદિર પાસે કોળીવાડમાં રહેતો પરેશ ભગવાનજી કવૈયાની બહેન સાથે કડીયાપ્લોટમાં રહેતો ભરત રામ ઓડેદરાને સબંધ હતો અને તેની બહેને સબંધ તોડી નાખ્યો હતો અને તેના લગ્ન અન્ય જગ્યાએ થઈ જતા સાસરે હતી. આથી ભરતે તેના સાસરાનું સરનામું પરેશ પાસે માંગતા સરનામું આપવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા ભરતે ભૂંડી ગાળો કાઢી પરેશને લાકડી વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

છરી સાથે શખ્સ ઝડપાયો
પોરબંદર | પોરબંદરમાં આશાપુરા ચોક પાસે ગેસ ગોડાઉન મફતીયા પરામાં રહેતો સુભાષ રાણા રાતીયા નામનો શખ્સ જ્યુબેલી ચાર રસ્તા પરથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સનાં કબ્જામાંથી એક છરી મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને હથીયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...