• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં 5 બાઈક ચાલકો ઝબ્બે

પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં 5 બાઈક ચાલકો ઝબ્બે

Porbandar - પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં 5 બાઈક ચાલકો ઝબ્બે

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:26 AM IST
પોરબંદરના બિરલા કોલોની પાસે રહેતો લખુ ઉર્ફે રાજુ ખીમાભાઈ પરમાર પોતાનું બાઈક જીજે 25 આર 3446 ચલાવીને કુણવદર ચાર રસ્તા પાસેથી પસાર થતા પોલીસે તેમની તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. પોરબંદરના મીલપરામાં રહેતો ભીમા જીવા ઓડેદરા પોતાનું બાઈક જીજે 6 ડીએફ 4296 ચલાવીને ગોઢાણા ચેકપોસ્ટ પાસેથી પસાર થતા પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. રાણાકંડોરણા ગામે રહેતો મેરખી ભુરા ઓડેદરા પોતાનું બાઈક જીજે 25 એસ 9930 ચલાવીને ગોઢાણા ચેકપોસ્ટ પાસેથી પસાર થતા પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે કલ્યાણપુર તાલુકાના રાણપરડા ગામે રહેતો રાજુ કેશવ અમર કુણવદર ચાર રસ્તા પાસેથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઉપરાંત આંબારામા ગામની પસવારી સીમમાં રહેતો સવદાસ ઉર્ફે સવા વજસી મોઢવાડીયા પોતાનું બાઈક જીજે 10 એએસ 8767 ચલાવીને નાગકા ગામેથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે તેને ઝડપી લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - પોરબંદર જિલ્લામાં નશો કરેલી હાલતમાં 5 બાઈક ચાલકો ઝબ્બે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી