Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - રાણાખીરસરા ગામે વૃદ્ધાશ્રમમાં જન્મ દિવસની ઉજવણી કરાઇ

રાણાખીરસરા ગામે વૃદ્ધાશ્રમમાં જન્મ દિવસની ઉજવણી કરાઇ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:26 AM

પોરબંદર | પોરબંદરની આર્ષ સંસ્કૃતિ તીર્થના સ્થાપક નિગમાનંદા સરસ્વતીજીના જન્મદિવસ નિમીતે રાણાખીરસરા ગામે આવેલ...

  • Porbandar - રાણાખીરસરા ગામે વૃદ્ધાશ્રમમાં જન્મ દિવસની ઉજવણી કરાઇ
    પોરબંદર | પોરબંદરની આર્ષ સંસ્કૃતિ તીર્થના સ્થાપક નિગમાનંદા સરસ્વતીજીના જન્મદિવસ નિમીતે રાણાખીરસરા ગામે આવેલ જલારામધામ-વડીલોના વિસામા વૃદ્ધાશ્રમમાં જઈને ઉજવણી કરવામાં આવી હતી. વૃદ્ધાશ્રમના મંદિરમાં ધ્વજાજીનું પૂજન કરી રૂદ્રીપાઠ દ્વારા શિવપૂજન કરાયું હતું. જન્મદિવસે જન્માષ્ટમી હોવાથી વૃદ્ધો સાથે મટકીફોડ અને નંદ મહોત્સવનું આયોજન કરાયું હતું તેમજ વડીલો દ્વારા રાસગરબા પણ યોજાયા હતા. આ સમગ્ર આયોજન વૃદ્ધાશ્રમના માર્ગદર્શક મનુભાઈ દેવાણી તથા સંસ્થાના સંચાલકો જગદીશભાઈ રૂપારેલ અને અરૂણભાઈ ઠક્કર દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending