બ્લડ બેન્કમાં લોહીની અછત, રક્તદાન કરવા અપીલ કરાઇ

Porbandar - બ્લડ બેન્કમાં લોહીની અછત, રક્તદાન કરવા અપીલ કરાઇ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:26 AM IST
પોરબંદર | આશા બ્લડ બેન્કમાં તમામ ગૃપના લોહીની અછત સર્જાઈ છે. જેથી થેલેસેમીયાપીડીત બાળકોની જિંદગી બચાવવા માટે રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી છે. આશા બ્લડ બેન્ક વર્ષોથી થેલેસેમીયાપીડીત બાળકોને લોહી પૂરૂં પાડે છે જેમાં તમામ ગૃપના લોહીની જરૂરીયાત રહેતી હોય છે. આમ તો અવારનવાર પોરબંદરમાં રક્તદાનના કેમ્પો થતા હોય છે અને અનેક લોકો રક્તદાન કરતા હોય છે. પરંતુ હાલ આ બ્લડ બેન્કમાં લોહીની અછત સર્જાઈ છે ત્યારે રક્તદાતાઓ આગળ આવીને થેલેસેમીયાપીડીત બાળકોની જિંદગી બચાવવા માટે રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

X
Porbandar - બ્લડ બેન્કમાં લોહીની અછત, રક્તદાન કરવા અપીલ કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી