2013માં 20.18 કરોડની ગ્રાન્ટ મંજૂર

રાજાશાહી વખતથી બંદરમાં કાર્યરત ટ્રેનને 1985 માં ગેજ પરિવર્તન કરવાના બહાને બંધ કરાઈ હતી 33 વર્ષના વહાણા વિતી...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:26 AM
Porbandar - 2013માં 20.18 કરોડની ગ્રાન્ટ મંજૂર
પોરબંદર શહેરમાં રાજાશાહી વખતથી બંદરમાં ટ્રેન કાર્યરત હતી. 1985 માં ગેજ પરિવર્તન કરવાના બહાને આ ટ્રેન બંધ કરાયા બાદ 33 વર્ષના વહાણા વિતી ગયા છતાં ટ્રેન ફરીથી શરૂ કરાઈ નથી. 6 વર્ષથી 20.18 કરોડના ખર્ચે બંદર વિસ્તારમાં ફરીથી ટ્રેન ધમધમતી કરવા મંજુરી અપાઈ હોવા છતાં યોગ્ય નહીં કરાતા વધુ એક વખત સિનીયર સિટીઝન હેમેન્દ્રકુમાર પારેખે સરકારને આ અંગે રજૂઆત કરાઈ હતી.

પોરબંદરના ડી.આર.યુ.સી.સી. ના પૂર્વ સભ્ય અને સિનીયર સિટીઝન હેમેન્દ્રકુમાર એમ. પારેખે તારીખ 27/9/2012 ના રોજ મિનિસ્ટર ઓફ રેલ્વે ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા, રેલભવન, ન્યૂ દિલ્હીને પત્ર લખી એવું જણાવ્યું હતું કે પોરબંદર શહેરમાં રાજાશાહી વખતથી બંદર વિસ્તારમાં ટ્રેન કાર્યરત હતી અને આ ટ્રેન શરૂ હોવાથી માચ્છીમારીનો ઉદ્યોગ તથા દેશ-વિદેશના વેપાર-ધંધાને પણ મોટો ફાયદો થતો હતો. પરંતુ આ ટ્રેનને 1985 માં ગેજ પરિવર્તન કરવાના બહાને બંધ કરી દેવામાં આવી હતી. જેથી સ્થાનિક મત્સ્યોદ્યોગનો વ્યવસાય તથા દેશ-વિદેશોમાં થતા વેપાર-ધંધાને પણ માઠી અસર પહોંચી રહી છે. આમ, હેમેન્દ્ર પારેખની રજૂઆતના પગલે તા. 22/1/2013 ના સી.ઈ. (સી.) સર્વે ના અધિકારી ડી.એસ. ચૌહાણે બંદર વિસ્તારમાં ફરીથી રેલ્વે શરૂ કરવા મંજુરી આપી હતી. 6 વર્ષથી 20.18 કરોડના ખર્ચે બંદર વિસ્તારમાં ફરીથી ટ્રેન ધમધમતી કરવાની મંજુરી મળી ગઈ હોવા છતાં હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી. બંદર વિસ્તારમાં રાજાશાહી વખતથી ધમધમતી ટ્રેન બંધ થઈ ગઈ હોવાને 33 વર્ષના વહાણા વિતી ગયા છતાં પણ હજુ ટ્રેન શરૂ કરાઈ ન હોવાથી વધુ એક વખત સરકારને રજૂઆત કરી ટ્રેન શરૂ કરવામાં આવે તેવી સિનીયર સિટીઝને માંગ કરી હતી.

ટ્રેન શરૂ થાય તો 800 થી 1000 લોકોને મળી શકે છે રોજગારી

પોરબંદર શહેરમાં બંદરીય ટ્રેન બંધ થઈ હોવાની ઘણાં વર્ષોનો સમયગાળો વિતી ગયો છે. આજે પણ બંદર તરફ જતા રેલ્વેના પાટા અમુક સ્થળોએ નજરે પડી રહ્યા છે અને મોટાભાગના રેલ્વે પાટા પર પેશકદમી થઈ ચૂકી છે.

"6' વર્ષ વિતી ગયા છતાં ફરી ટ્રેન શરૂ કરવામાં તંત્રની ઉદાસીનતા

પોરબંદરના બંદર વિસ્તારમાં રાજાશાહી વખતમાં શરૂ આ ટ્રેન 33 વર્ષ પહેલા બંધ કરાયા બાદ હજુ સુધી ફરી શરૂ કરવામાં આવી નથી. જો આ ટ્રેન ફરી શરૂ કરવામાં આવે તો સ્થાનિક 800 થી 1000 જેટલા લોકોને રોજગારી મળી શકે તેમ હોવાનું પણ જણાવાયું હતું. તસ્વીર- ઋષિ થાનકી

ક્યા દેશમાં માલની આયાત-નિકાસ માટે બંદરીય ટ્રેન ઉપયોગી બનતી ?

પોરબંદર શહેરમાં બંદરીય ટ્રેન શરૂ હતી તે સમયે વિદેશોના વ્યવહારોની વાત કરીએ તો જાપાન, સિંગાપુર, થાઈલેન્ડ, ઈન્ડોનેશીયા, શ્રીલંકા, ઈરાની અખાતના દેશો, ફ્રાન્સ, બ્રિટન, હોલેન્ડ, ઈટાલી, પૂર્વ જર્મની, જેકોસ્લોવેકીયા, બલ્ગેરીયા, રશીયા, હોલેન્ડ, આલ્જીરીયા, પનામા, કેનેડા, ગલ્ફના દેશોમાં વિવિધ વસ્તુઓની આયાત-નિકાસ માટે આ બંદરીય ટ્રેન ઉપયોગી બનતી હતી.

ટ્રેન બંધ થતાં વિદેશમાં થતાં વ્યાપાર પર પડી માઠી અસર

હેમેન્દ્ર પારેખે એવું જણાવ્યું હતું કે રાજાશાહી વખતમાં આ ટ્રેન શરૂ હતી તે સમયે વિશ્વભરના અનેક દેશો સાથે વેપાર-ધંધાઓ સરળતાથી થઈ શકતા હતા. પરંતુ આ ટ્રેન બંધ થતા વિદેશો સાથે થતા વેપારોમાં પણ માઠી અસર પડી રહી છે.

બંદરીય ટ્રેન બંધ થતા માલના પરિવહનમાં થઈ રહ્યો છે વધુ ખર્ચ

શહેરમાં બંદરીય ટ્રેન બંધ થઈ હોવાના કારણે આ ટ્રેન મારફત વિવિધ વસ્તુઓની આયાત-નિકાસ થતી તે વસ્તુઓ (માલસામાન) ટ્રક સહિતના સાધનોમાં હેરાફેરી કરવી પડી રહી છે. ટ્રક જેવા સાધનોમાં આયાત-નિકાસ કરવા માટે ડીઝલના અઢળક ખર્ચાઓ થઈ રહ્યા છે અને પરિવહનનો ખર્ચ વધતા માલસામાનના ભાવો પણ આસમાને પહોંચી રહ્યા છે.

Porbandar - 2013માં 20.18 કરોડની ગ્રાન્ટ મંજૂર
X
Porbandar - 2013માં 20.18 કરોડની ગ્રાન્ટ મંજૂર
Porbandar - 2013માં 20.18 કરોડની ગ્રાન્ટ મંજૂર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App