• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar ત્રણ સગીરા પર દુષ્કર્મ ગુજારનાર પિતાનાં 1 દિવસનાં રીમાન્ડ મંજૂર

ત્રણ સગીરા પર દુષ્કર્મ ગુજારનાર પિતાનાં 1 દિવસનાં રીમાન્ડ મંજૂર

Porbandar - ત્રણ સગીરા પર દુષ્કર્મ ગુજારનાર પિતાનાં 1 દિવસનાં રીમાન્ડ મંજૂર

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:26 AM IST
પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતો 40 વર્ષનો શખ્સ ઈલેક્ટ્રીકનું છૂટક કામ કરતો હતો. આ શખ્સની પત્ની 7 વર્ષ પહેલા મૃત્યુ પામી હતી. તેઓને સંતાનમાં 17 વર્ષનો દીકરો અને 3 દીકરીઓ જે 14, 15 અને 9 વર્ષની દીકરીઓ છે જે જૂનાગઢની એક સંસ્થામાં અભ્યાસ કરતી હતી. જ્યારે વારેતહેવારે રજાના સમય દરમિયાન પિતાના ઘરે આવતી હતી ત્યારે 5-5 વર્ષથી આ નરાધમ શખ્સ તેની સગીર વયની પુત્રીઓ ઉપર દુષ્કર્મ ગુજારતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આખરે ત્રસ્ત થતા આ અંગે 15 વર્ષની સગીરાએ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસ પણ અચંબામાં મૂકાઈ ગઈ હતી અને ત્રણેય સગીરાઓને મેડીકલ તપાસ માટે મોકલી આપવામાં આવી હતી. જ્યારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને વધુ તપાસ માટે અદાલતમાં 3 દિવસના રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કર્યો હતો. જ્યાં અદાલતે તેના 1 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. પોરબંદરના ઈતિહાસમાં સૌથી શરમજનક ઘટના બનતા આ શખ્સ ઉપર ચોતરફથી ફીટકાર વરસી રહ્યો છે અને આ માસુમ બાળાઓ ઉપર દુષ્કર્મની ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે. અને આ બનાવ ખાસ કોર્ટ અથવા ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ તેમજ ફાંસીની સજા થવી જોઈએ.

X
Porbandar - ત્રણ સગીરા પર દુષ્કર્મ ગુજારનાર પિતાનાં 1 દિવસનાં રીમાન્ડ મંજૂર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી