તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સ્વાતંત્ર્ય પર્વ નિમીતે બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા

સ્વાતંત્ર્ય પર્વ નિમીતે બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના રાણાવાવ ખાતે જિલ્લાકક્ષાના 72 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાતંત્ર્ય પર્વ નિમીતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. આ પ્રસંગે સર્વશિક્ષા અભિયાન સંચાલીત ખંભાળાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીની બહેનોએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આમ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા બદલ બહેનોએ ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એસ.એસ.એ. તરફથી શાળાને સ્વચ્છતા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે વૈશાલીબેન પટેલે શાળાની બહેનોને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...