Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - પોરબંદરમાં રામદેવજીના પ્રાગટ્ય મહોત્સવમાં CM ઉપસ્થિત રહેશે

પોરબંદરમાં રામદેવજીના પ્રાગટ્ય મહોત્સવમાં CM ઉપસ્થિત રહેશે

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:26 AM

ખારવા સમાજ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ

  • Porbandar - પોરબંદરમાં રામદેવજીના પ્રાગટ્ય મહોત્સવમાં CM ઉપસ્થિત રહેશે
    પોરબંદર શહેરમાં ચોપાટી ખાતે આવેલા રામદેવજી મહારાજના મંદિરે રામદેવજી મહાપ્રભુના પ્રાગટ્ય મહોત્સવની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

    ખારવા સમાજ દ્વારા આયોજીત પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહેશે તેવું સમસ્ત ખારવાસમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું. પોરબંદરમાં સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા આગામી તા. 20 સપ્ટેમ્બરને ગુરૂવારના દિવસે ઈષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસગરબા, મહાપ્રસાદી, લોકગીતો સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. ચોપાટી મેદાન ખાતે આવેલ રામદેવજી મહાપ્રભુના મંદિરે ભાદરવા સુદ અગીયારસ ને ગુરૂવારના દિવસે આયોજન કરાયું છે. આ તકે ખારવા જ્ઞાતિના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈએ સમસ્ત જ્ઞાતિજનોને હાજર રહેવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ