પોરબંદરના એસ.પી. ડો. પાર્થરાજસિંહ ગોહિલે જાહેર હિતને ધ્યાનમાં લઈ અને 40 જેટલા પોલીસ કર્મચારીઓ જેમાં એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, લોકરક્ષક તેમજ મહિલા પોલીસ કર્મીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે. મીંયાણી મરીન, હાર્બર મરીન, કુતિયાણા, નવીબંદર, હેડ ક્વાર્ટર, સાયબર સેલ, ઉદ્યોગનગર, કમલાબાગ પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓની અરસપરસ બદલીમાં સમાવેશ થયો છે જેમાં 7 મહિલા પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થયો છે.