Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - બગવદર-મોઢવાડા રોડ પર કાર પુલ નીચે ખાબકી : સદનસીબે જાનહાનિ ટળી

બગવદર-મોઢવાડા રોડ પર કાર પુલ નીચે ખાબકી : સદનસીબે જાનહાનિ ટળી

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:25 AM

પોરબંદર જિલ્લાના બગવદર-મોઢવાડા રોડ પર એક કાર પુલ નીચે ખાબકી ગઈ હતી, જો કે સદનસીબે આ કારના ડ્રાઈવર સહિત કોઈને પણ...

  • Porbandar - બગવદર-મોઢવાડા રોડ પર કાર પુલ નીચે ખાબકી : સદનસીબે જાનહાનિ ટળી
    પોરબંદર જિલ્લાના બગવદર-મોઢવાડા રોડ પર એક કાર પુલ નીચે ખાબકી ગઈ હતી, જો કે સદનસીબે આ કારના ડ્રાઈવર સહિત કોઈને પણ જાનહાનિ થઈ ન હતી. બગવદર-મોઢવાડા રોડ પર રાંદલ માતાજીના મંદિર પાસે રાત્રીના સમયે રોડ ઉપરથી કાર પસાર થઈ હતી. પરંતુ આ રોડ ઉપર ગોળાઈ હોવાને કારણે કારચાલકે કાબુ ગુમાવ્યો હતો અને આ કાર વોંકળાના પુલ નીચે ખાબકી હતી. સદનસીબે અકસ્માત સર્જાયા બાદ કારમાં બેઠેલા કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ ન પહોંચતા તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તસ્વીર | જીતુ કારાવદરા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending