તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બરડાપંથક અને ઘેડ વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસ્યો

બરડાપંથક અને ઘેડ વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં 18 તારીખે વધુ વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ પોરબંદરમાં વરસાદ ન પડતા લોકોમાં નિરાશા જોવા મળી રહી હતી. ગત રાત્રીથી વાદળો બંધાયા હતા અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સવારે છાંટા પડ્યા હતા પરંતુ છુટાછવાયા ઝાપટા બાદ વરસાદ વરસ્યો ન હતો. સાંજના સમયે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને રાતે વરસાદ પડે તેવું લાગી રહ્યું છે. પોરબંદરમાં સાંજના સમયે આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. પોરબંદરના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો. ઘૂઘવાતા દરિયામાં મોજા અથડાતા જોવા મળી રહ્યા છે. પરંતુ મેઘરાજા પોરબંદરમાં મહેરબાન ન હોય તેમ જોઈએ તેટલો વરસાદ ન પડતા લોકોમાં નિરાશા જોવા મળી રહી છે ખાસ કરીને ગ્રામ્યપંથકમાં કુતિયાણા વિસ્તારમાં વરસાદનો છાંટો પણ પડ્યો નથી. ખેડૂતોએ વાવણી કરી દીધી છે પરંતુ વરસાદની આગાહી છતાં વરસાદ ન પડતા ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી હતી અને મેઘરાજાને રીઝવવા માટે પ્રાર્થનાઓ ચાલુ કરી દીધી છે. પોરબંદરના માધવપુર ગામે હાલ વરસાદી માહોલ બંધાયો છે અને છુટોછવાયો વરસાદ ઝાપટા સ્વરૂપે પડી રહ્યો છે ત્યારે ઘેડ પંથકના ખેડૂતો આશા સેવીને વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે તો બરડાપંથકમાં બગવદર, સોઢાણા, અડવાણામાં સાંજના સમયે ઝરમર વરસાદ ઝાપટા સ્વરૂપે વરસી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...