• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - પોરબંદરના દિવ્યાંગ ક્રિકેટર દુબઈ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે

પોરબંદરના દિવ્યાંગ ક્રિકેટર દુબઈ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે

વ્હીલચેર ક્રિકેટરની ભારતીય ટીમમાં પસંદગી

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:25 AM
Porbandar - પોરબંદરના દિવ્યાંગ ક્રિકેટર દુબઈ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે
પોરબંદરના દિવ્યાંગ ક્રિકેટરની ભારતીય ટીમમાં પસંદગી થતા તેઓ આગામી તા. 18 થી દુબઈમાં યોજાનાર ટી-ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. પોરબંદરને ગૌરવ અપાવનાર વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઈ ખુંટી ફરી એક વખત ઈન્ડીયા વ્હીલચેર ક્રિકેટ ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે પસંદગી પામ્યા છે. અને તેઓએ તાજેતરમાં જ બાંગ્લાદેશની ધરતી ઉપર શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોરબંદરનું નામ ગૌરવથી ગુંજતું કર્યું હતું ત્યારે આગામી તા. 15 સપ્ટેમ્બરના રોજ તેઓ દિલ્હીથી રવાના થઈ, દુબઈ ખાતે યોજાનાર ક્રિકેટ મેચમાં ભાગ લેશે. દુબઈ ખાતે ટી-20 મેચની સીરીઝ યોજાનાર છે. તા. 18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન દુબઈમાં યોજાનાર ટી-ટ્વેન્ટી મેચની સીરીઝમાં તેઓ પાકિસ્તાન સામે રમશે. ભીમાભાઈ ખુંટીએ અગાઉ પણ મલેશીયા, નેપાળ સહિતના દેશોમાં યોજાયેલ ક્રિકેટ મેચમાં ભાગ લઈ ચૂક્યા છે અને હાલ તેઓ દુબઈમાં યોજાનાર ક્રિકેટ મેચમાં ભાગ લેવા જનાર છે ત્યારે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.

X
Porbandar - પોરબંદરના દિવ્યાંગ ક્રિકેટર દુબઈ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App