Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - એરડા ગામે સેવા સેતુમાં 1262 અરજદારોનાં પ્રશ્નોનું નિરાકરણ

એરડા ગામે સેવા સેતુમાં 1262 અરજદારોનાં પ્રશ્નોનું નિરાકરણ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:25 AM

6 ગામનાં અરજદારોએ કાર્યક્રમમાં ભાગ લીધો

  • Porbandar - એરડા ગામે સેવા સેતુમાં 1262 અરજદારોનાં પ્રશ્નોનું નિરાકરણ
    રાજ્યસરકારે છેવાડાના ગામડાઓમાં વસવાટ કરતા લોકોના પ્રશ્નોના ઉકેલ માટે સેવાસેતુનો આગવો અભિગમ અપનાવ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ સેવાસેતુ કાર્યક્રમના ચોથા તબક્કામાં એરડા ગામે અરજદારોના પ્રશ્નોના સ્થળ ઉપર નિરાકરણનું આયોજન કરાયું હતું. એરડા ગામે યોજાયેલ સેવાસેતુમાં 6 ગામના 1262 અરજદારોના અલગ-અલગ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ થયું હતું. પોરબંદરના પ્રાન્ત અધિકારી બાંટીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં એરડા, કેશોદ, ભડ, લુશાળા, દેરોદર સહિતના ગ્રામ્યપંથકના અરજદારોએ લાભ લીધો હતો. 7-12 અને 8-અ ના 114 ઉતારા, આવકના 97 દાખલા, 72 આધારકાર્ડ, 30 માં અમૃતમ્ કાર્ડ અરજી, 27 બાળકોના આધારકાર્ડ, 765 પશુ રસીકરણ, 20 મિલ્કત આકારણીના ઉતારા, 4 લર્નિંગ લાયસન્સ સહિતના કામો સ્થળ ઉપર થયા હતા. આ તકે મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ