તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિત્રાળા, ભડ ગામે ભાદર નદી પર ચેકડેમ બનાવો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લાના ઘેડ પંથકમાં ચોમાસાના સમયમાં ભાદર નદીમાં પૂર આવે છે ત્યારે ગામડાઓ બેટમાં ફેરવાઈ જાય છે, અને ભાદર નદીનું પાણી દરિયામાં વહી જાય છે. મિત્રાળા અને ભડ ગામે ભાદર નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો પાણીનો સંગ્રહ થઈ શકે જેને કારણે ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે તેમ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ જણાવ્યું હતું અને બાબતે તેઓએ રાજ્યના સિંચાઈમંત્રી નાનુભાઈ વાનાણીને એકપત્ર પાઠવીને રજૂઆત કરી છે. ઘેડ વિસ્તારમાં ભાદર નદીનું પાણી ચારોતરફ ફરી વળે છે જો પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો દરિયામાં જતું અટકે. જો વિસ્તારમાં ભાદર નદી ઉપર જરૂરીયાત મુજબના ગામોમાં ચેકડેમનું નિર્માણ કરવામાં આવે તો પાણીનો મોટો જથ્થો સંગ્રહ થઈ શકે અને ગ્રામ્યવિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે.

ચેકડેમ બને તો ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો