તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં માત્ર 61 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં માત્ર 61 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં ચોમાસુ પાકમાં મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયા બાદ ખેડૂતોની માંગ મુજબ સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી હતી. જેમાં મોટાભાગના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હતું. રવિ પાકમાં ઘઉંનુ પણ સારૂં એવું ઉત્પાદન થતાં સરકારે ટેકાના ભાવે ઘઉં ખરીદી કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ખેડૂતોમાં ઉદાસીનતા જોવા મળતી હોય તેમ ટેકાના ભાવે ઘઉં વેચવામાં નબળો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

જિલ્લામાં 15 માર્ચથી ટેકાના ભાવે ઘઉંખરીદી કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને પ્રતિ ક્વીન્ટલ 1625 જેવો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. ટેકાના ભાવે ઘઉં વેચવા માંગતા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત કરાયું હતું. અત્યારસુધીમાં અંદાજે 61 જેટલા ખેડૂતોએ ઘઉં વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જે રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ તે રીતે ઘઉંની ખરીદી થાય તેવું હાલના તબક્કે લાગી રહ્યું નથી. જો કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પોરબંદર જિલ્લામાં વર્ષે ઘઉંનું જોઈએ તેવું વાવેતર થયું નથી જેને કારણે પણ ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં ખેડૂતોએ ઉત્સાહ દાખવ્યો નથી.

ટેકા કરતા બજારમાં વધુ ભાવ મળતા ખેડૂતોનો નબળો પ્રતિસાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો