તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાડા સાત લાખની લોન નહીં ભરનાર મહિલાની મિલ્કત સીઝ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનારોકડીયા હનુમાન વિસ્તારમાં આવેલા ગીતાનગર વિસ્તારમાં રહેતા એક મહિલાએ ગૃહ ફાયનાન્સમાંથી સાડા આઠ લાખની પ્રોપર્ટી મોર્ગેજ લોન લીધી હતી અને લોનના નિયમિત હપ્તા નહીં ભરતા અંતે મહિલાની મિલ્કતને સીઝ કરવામાં આવી હતી. ગીતાનગર વિસ્તારમાં રહેતા કિરણબેન ગોવિંદભાઈ સોઢાએ પોતાની મિલ્કત ગૃહ ફાયનાન્સમાં ગીરવે મૂકીને સાડા આઠ લાખની મોર્ગેજ લોન લીધી હતી અને તેઓએ નિયમિત હપ્તા નહીં ભરતા અંતે તેની મિલ્કત સીઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટના આદેશ મુજબ થોડા દિવસો પૂર્વે રાણાવાવના મામલતદારની ઉપસ્થિતિમાં મિલ્કતને સીઝ કરવામાં આવી હતી. રીતે ગૃહ ફાયનાન્સમાંથી લોન મેળવીને નિયમિત હપ્તા નહીં ભરનાર આસામીઓ સામે મિલ્કત જપ્તીના પગલા લેવામાં આવી રહ્યા છે. ગીતાનગર વિસ્તારમાં રહેતા કિરણબેન સોઢાએ બાકી રહેતા 7,53,276 ની રકમ નહીં ભરતા તેમની સામે નોટીસ કાઢવામાં આવી હતી અને નિયત કરેલી મુદ્દતે પૈસા ભરી જવા પણ જણાવ્યું હતું તેમ છતાં તેમણે રકમ નહીં ભરતા અંતે તેમની મિલ્કત સીઝ કરવામાં આવી છે.

મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો