તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર શહેરમાં રસની દોરીમાં લપેટાયેલ કબુતરનો જીવ બચાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર શહેરમાં રસની દોરીમાં લપેટાયેલ કબુતરનો જીવ બચાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં સેવાભાવીએ ચોપાટી ખાતે રસની દોરીમાં લપેટાયેલ કબુતરનો જીવ બચાવ્યો હતો. ચણ અને ગાયો માટે લીલુ વેચતા સેવાભાવીઅો દ્વારા ચોપાટી ખાતે આવતા ઝખ્મી પક્ષીઓને અવારનવાર સારવાર માટે પક્ષી અભ્યારણ્ય ખાતે લઈ જવાય છે.

પોરબંદર શહેરમાં ચોપાટી ખાતે હજારોની સંખ્યામાં પક્ષીઓ આવે છે. લોકો દ્વારા પક્ષીઓને ચણ નાખવામાં આવતી હોવાથી અનેક પક્ષીઓ જોવા મળતા હોય છે.

ઘણી વખત ઝખ્મી થયેલ પક્ષીઓ પણ આવે છે ત્યારે અહીં ચણ અને ગાયો માટે લીલુ વેચતા સેવાભાવીઓ ઝખ્મી પક્ષીઓની કાળજી લેતા હોય છે અને સારવાર માટે પક્ષી અભ્યારણ્ય ખાતે લઈ જતા હોય છે. વધુ એક કબુતર રસની દોરીમાં લપેટાયેલ આવી ચડ્યું હતું જેથી પરસોતમ મેઘજી સોલંકીએ કબુતરને રસની દોરી યોગ્ય રીતે કાપી અને કબુતરનો જીવ બચાવ્યો હતો.

સેવાભાવીઓએ કબુતરને સારવાર આપી. તસ્વીર- કે.કે. સામાણી

ચણ અને ગાયો માટે લીલુ વેચતા સેવાભાવીએ માનવતાનો દાખલો બેસાડ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો