તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોઢાણામાં રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરતાલુકાના સોઢાણા ગામે 5.25 લાખના ખર્ચે સીસી રોડ તથા બ્લોક પાથરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સીસી રોડ અન પેવરબ્લોક પાથરવાનું કામ શરૂ કરવામાં આવનાર હોવાથી ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

પોરબંદર શહેરના સોઢાણા ગામે જુના વણકરવાસમાં રૂપીયા 3 લાખ 75 હજારના ખર્ચે સીસી રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત દલિતવાસમાં પણ 1.50 લાખના ખર્ચે બ્લોક પાથરવાની કામગીરી થશે. કાર્યક્રમમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, આગામી સમયમાં સોઢાણા ગામના દરેક માર્ગો સીસી રોડ બનાવવામાં આવશે તેમજ બ્લોક પાથરવાની કામગીરી પણ કરવામાં આવશે. જેમાં એવા પણ આક્ષેપો કરાયા હતા કે, સોઢાણા ગ્રામપંચાય જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે ગ્રાન્ટ પૂરતા પ્રમાણમાં વપરાતી નથી. તકે તાલુકા પ્રમુખ વિરમભાઈ કારાવદરા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સોઢાણામાં રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તસ્વીર: જીતુ કારાવદરા

5.25 લાખના ખર્ચે સીસી રોડ તથા બ્લોક પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો