તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સબસ્ટેશન ફરતે તારની વાડ લગાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાછાયા ચોકી નજીક માર્ગ પર વિજસબસ્ટેશન ફરતે તારની વાડ હોવાના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે, જેથી તંત્ર દ્વારા સબસ્ટેશન ફરતે તાત્કાલીક તારની વાડ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

પોરબંદર શહેરમાં આવેલ છાયાચોકી નજીક માર્ગ પર વિજ સબસ્ટેશન આવેલ છે. સબસ્ટેશન ફરતે જવાબદાર તંત્ર દ્વારા તારની વાડ કરવામાં આવી નથી. માર્ગ પરથી રાહદારીઓ અને વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે ત્યારે અમુક સમયે વિજ સબસ્ટેશનમાંથી તણખા પણ ઉડતા હોય છે. અહીં પસાર થતા રાહદારીઓ અને વિદ્યાર્થીઓમાં સતત અકસ્માત સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે જેથી જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલીક વિજ સબસ્ટેશન ફરતે તારની વાડ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર શહેરમાં અવાર- નવાર વીજ સબસ્ટેશન પાસે વાડ બનાવવા રજૂઆત કરવામાં આવી રહી છે. છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. યોગ્ય કરવા લોકમાંગ ઉઠી છે.

ખુલ્લા વીજસબસ્ટેશન મોત બની ઝળુંબી રહ્યા છે. તસ્વીર- કે. કે. સામાણી

છાયાચોકી માર્ગ પર આવેલા ખુલ્લા વીજ સબસ્ટેશનને કારણે લોકોમાં અકસ્માતનો ભય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો