તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યુબેલી માર્ગ બંધ, રાહદારીઓ પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં જ્યુબેલી તરફ જતા માર્ગનું કામ ચાલુ હોવાથી રોડ બંધ કરવામાં આવ્યો છે, જેથી વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી. વાહનચાલકોએ શહેરની વિવિધ ગલીઓમાંથી શોર્ટકટ કરી પસાર થવું પડ્યું હતું. હનુમાન ગુફાથી જ્યુબેલી તરફ જતા માર્ગનું કામ બંધ હોવાના કારણે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો.

પોરબંદર શહેરમાં ખાદીભંડારથી જ્યુબેલી પુલ તરફ જતા માર્ગ પર રોડનું કામ ચાલુ છે, જેના કારણે માર્ગ હનુમાનગુફા પોલીસચોકીથી બંધ કરવામાં આવ્યો છે. માર્ગ પર બરડાપંથકના અનેક વાહનચાલકો પસાર થતા હોય છે જેથી માર્ગ બંધ કરવામાં આવ્યો હોવાના કારણે વાહનચાલકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. અનેક વાહનચાલકોએ શહેરના વિવિધ વિસ્તારોની ગલીઓમાંથી શોર્ટકટ કરી વાહનો પસાર કર્યા હતા. આમ, હનુમાન ગુફાથી જ્યુબેલી તરફ જતા માર્ગનું કામ બંધ હોવાના કારણે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો.

રસ્તાની કામગીરીને લઇ માર્ગ બંધ કરાયો. તસ્વીર- કે. કે. સામાણી

રોડની કામગીરીને લઇ વાહનચાલકોએ શહેરની ગલીમાંથી શોર્ટકટ કરી પસાર થવું પડ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો