ગ્લોબલ હોસ્પિટલ રોડ પર શોર્ટસર્કિટથી વાન સળગી ઉઠી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં ગ્લોબલ હોસ્પિટલ રોડ પર જીજે 10 એચએફ 6487 નંબરની મારૂતી વાનમાં એકાએક આગ લાગી હતી અને જોતજોતામાં આ આગે વરવું રૂપ ધારણ કર્યું હતું. આ બનાવના પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડ આવી પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. પરંતુ આ વાન આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. આ અંગે વાનચાલક વિનોદ મગન નડીયાધારાએ એવું જણાવ્યું હતું કે વાયર શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. આ વાનમાં ગેસકીટ પણ ફીટ કરાવેલ હતી, પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...