• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રેલ્વેમાં એસી કોચની ટિકિટ દીઠ 150, સ્લીપરમાં રૂ. 50 વધુ પડાવતા 2 કાળા બજારીયા ઝડપાયા

રેલ્વેમાં એસી કોચની ટિકિટ દીઠ 150, સ્લીપરમાં રૂ. 50 વધુ પડાવતા 2 કાળા બજારીયા ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં રહેતા કલ્પેશ પ્રવિણભાઇ પોપટ અને અતુલ લાલા મુસાર નામના બે શખ્સો રેલવે ટિકિટના કાળા બજાર કરતા હોવાની રેલ્વે પોલીસે મળેલી બાતમીના આધારે ભાવનગર આરપીએફના જવાનોએ રેલવે સ્ટેશન ખાતે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન આ બન્ને શખ્સોને ટિકિટ સાથે ઝડપી લીધા હતા તેમની પૂછપરછ કરતા આ બન્ને શખ્સો ટિકિટના કાળા બજાર કરતા હોવાનુ જાણવા મળી રહ્યું છે.આ બન્ને શખ્સો રાજકોટ હાવડા અને રાજકોટ પુનાની ટિકિટ ખરીદી કરી અને ઉંચા ભાવેવેચતા હતા. જેમાં એસી કોચની ટીકીટમાં એક ટિકિટ દીઠ રૂપિયા 150 જેવી રકમ વધુ વસૂલતા હતા. જયારે સ્વીપર કોચમાં 1 ટિકિટ ઉપર 50 રૂપિયા વધારે વસુલતા હોવાનું જાણવા મળી રહયુ છે. આ બંને શખ્સોને રાજકોટ ખાતે લઇ જવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અગાઉ કાળાબજારી કરવામાં કર્મચારીઓની સંડોવણી ખુલી હતી
થોડા વર્ષો પહેલા રેલવે ટીકીટ બારી ઉપર બેસતો એક કર્મચારી રેલવે ટિકિટના કાળા બજાર કરતા લોકો સાથે સંડોવાયેલો હતો. જેને રેલવે તંત્રએ ઝડપી લઇ સસ્પેન્ડ કર્યો હતો અને પોરબંદરમાંથી અન્ય જગ્યાએ બદલી પણ કરી નાખવામાં આવી હતી. જે બાબત સાબિત કરે છે કે, રેલવે ટિકિટની કાળાબજારીમાં રેલ્વેના જ કર્મચારીઓ સંડોવાયેલા હોય ત્યારે આ વખતના કીસ્સામાં એવું કાંઇ થયું છે કે, નહીં તેની લોકોમાં ચર્ચા જાગી રહી છે.

અન્ય સમાચારો પણ છે...